સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2025 દરમિયાન આદિવાસી મહાનાયક બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવવા માટે ખાસ માર્ગદર
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2025 દરમિયાન આદિવાસી મહાનાયક બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જેના અનુસંધાને કોલેજે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકળા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓના વિષયો બિરસા મુંડાજીના જીવન, તેમના દેશહિતના કાર્યો, ઇતિહાસ તથા આદિવાસી સમાજના કલ્યાણ માટેના તેમના પ્રયત્નો પર કેન્દ્રિત રાખવામાં આવ્યા હતા. નિબંધ સ્પર્ધામાં સેમ. 2 ના સુથાર કૌશિકભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, જ્યારે સોલંકી હિતેશ દ્વિતીય અને કોડ દયા તૃતીય સ્થાને રહ્યા. ચિત્રકળા સ્પર્ધામાં આહીર માયાએ પ્રથમ અને સુથાર કૌશિકભાઈએ દ્વિતીય સ્થાન મેળવ્યું. વક્તૃત્વ સ્પર્ધામાં કોડ દયા પ્રથમ, સુથાર કૌશિક દ્વિતીય અને સોલંકી હિતેશ તૃતીય ક્રમે આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સપ્તધારા પ્રવૃત્તિના કો-ઓર્ડિનેટર પ્રો. સુદાભાઈ આર. કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. મુ. વ્યાખ્યાતા બહેનો આરતીબા, કલ્પના અને પ્રિયાએ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આચાર્ય ડૉ. રાજા એન. આયરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ સક્રિય સહભાગિતા દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande