સિધ્ધપુરની ગાગલાસણ શાળાના આઠ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં વિજય મેળવ્યો
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સુજાનપુર હાઈવે, સિદ્ધપુર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં
ગાગલાસણ શાળાના આઠ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં વિજય મેળવ્યો


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સુજાનપુર હાઈવે, સિદ્ધપુર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 12 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ગાગલાસણ પ્રાથમિક શાળાના 8 વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. આ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

અંડર-11 ભાઈઓમાં પ્રજાપતિ નક્ષ સુનિલભાઈ પ્રથમ તથા પટેલ દ્રવ્ય હર્ષદભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા. અંડર-11 બહેનોમાં ઠાકોર શ્રદ્ધા સંજયજી દ્વિતીય અને જોશી માન્યા દીપકકુમાર તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. અંડર-14 ભાઈઓમાં વાઘેલા વિશ્વજીત ચેલસિંહ દ્વિતીય સ્થાને રહ્યા હતા, જ્યારે અંડર-14 બહેનોમાં પટેલ વેદાંશી દિનેશભાઈ પ્રથમ, પ્રજાપતિ ફેની અશોકભાઈ દ્વિતીય અને સુમરા નરગીસ તૃતીય સ્થાને રહી હતી. હાલમાં ગાગલાસણ પ્રાથમિક શાળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ ચેસ રમતમાં તાલીમ લઈ રહ્યા છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે, જે શાળાના ગૌરવમાં વધારો કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande