કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની વિદ્યાર્થીની કાજલ ઠાકોરે ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા વાયડ ખાતે 12 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. આ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ વાયડન
કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની કાજલબેન ઠાકોરે ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા વાયડ ખાતે 12 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ વાયડની પ્રતિસ્પર્ધી સામે ત્રણ રાઉન્ડમાં વિજય મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વિજય સાથે કાજલબેનને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મળી છે. કાંસા હાઈસ્કૂલના સંચાલક કેશાજી એસ. ઠાકોર, આચાર્યમંડળ, સ્ટાફગણ અને વ્યાયામ શિક્ષક પ્રવીણસિંહ એલ. સોલંકીએ કાજલબેનને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande