વેદ હોસ્પિટલની કાર પલટી ખાધી, બે દુકાનોને નુકસાન
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પ્રાથમિક માહિતી મુજબ, GJ27 DH 3071 નંબરની કાર પુરઝડપે નગરપાલિકા કાર્યાલય સામે જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં બે દુકાનોના શટરને નુકસાન થયું હતું, જેના કારણે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પી.આઈ. નીર
વેદ હોસ્પિટલની કાર પલટી ખાધી; બે દુકાનોને નુકસાન


વેદ હોસ્પિટલની કાર પલટી ખાધી; બે દુકાનોને નુકસાન


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પ્રાથમિક માહિતી મુજબ, GJ27 DH 3071 નંબરની કાર પુરઝડપે નગરપાલિકા કાર્યાલય સામે જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં બે દુકાનોના શટરને નુકસાન થયું હતું, જેના કારણે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

પી.આઈ. નીરવ શાહના જણાવ્યા મુજબ, વેદ હોસ્પિટલના ડોક્ટરની કાર તેમના સ્ટાફ સભ્ય દ્વારા વહેલી સવારે લઈ જવામાં આવી રહી હતી. અચાનક બ્રેક મારતા કારનું નિયંત્રણ છૂટી જવાથી તે પલટી ખાઈ ગઈ હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande