ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના સભ્યોએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત
ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના ૦૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય સર્વ શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બ
ગુજરાત વિધાનસભા


ગુજરાત વિધાનસભા


ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના ૦૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય સર્વ શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્રનો સમાવેશ થાય છે. આ મુલાકાત વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતા અને નાયબ સચિવ દિનેશ ચૌધરી સહિતના અધિકારી-કર્મચારીઓએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળનું ભાવભર્યું સ્વાગત કરીને તેમને ગુજરાત વિધાનાભાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી.

આ મુલાકાત વેળાએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળના સભ્યોને ગુજરાતમાં કાર્યરત PMJAY યોજના, નલ સે જલ યોજના તથા PM સૂર્ય ઘર જેવી વિવિધ કેન્દ્રીય પુરસ્કૃત પ્રજાલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ, હાલ રાજ્યમાં તેની સ્થિતિ અને આ યોજનામાં ગુજરાતે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓની ભૂમિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરુ કરેલા ફ્લેગશીપ અને પ્રજાલક્ષી કાર્યક્રમ – “મુખ્યમંત્રીના જન ફરિયાદ નિવારણ – રાજ્ય સ્વાગત કાર્યક્રમ” તથા તેના પોર્ટલ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ સ્વાગત કાર્યક્રમના વિચાર અને તેની કાર્યપદ્ધતિ જાણીને ખૂબ જ પ્રભાવિત થયું હતું.

વધુમાં, આ પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપતી NeVA સેવા કેન્દ્રની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. તદુપરાંત, તેમણે વિધાનસભા ગૃહની મુલાકાત કરીને રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા ઉપરાંત પત્રકારો માટે, VVIP મહેમાનો માટે, અધિકારીઓ માટેની અલાયદી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો પણ ગૃહની કામગીરી નિહાળી શકે તે માટે બનાવવામાં આવેલી પ્રેક્ષક ગેલેરી સહિતની સુવિધાઓ નિહાળી હતી.

આ દરમિયાન વિધાનસભાનાં સંયુક્ત સચિવ રીટાબેન મહેતાએ ત્રિપુરાની પિટિશન સમિતિના સભ્યોને ગુજરાત વિધાનસભાના નિયમોની અર્પણ કરીને ગૃહની કાર્યપદ્ધતિ તથા વિધાનસભાની વેબસાઈટ અંગે પણ ખ્યાલ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું આ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૮ નવેમ્બર એટલે કે, ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિધાનસભા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને દ્વારકા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande