24 દિવસ બાદ કોમાથી બહાર—ધારપુર GMERS ટીમની સફળતા
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)20 ઑક્ટોબર, 2025 ના રોજ ગળે ફાંસો ખાવાના પ્રયાસ બાદ અત્યંત ગંભીર હાલતમાં 25 વર્ષીય પુરુષને ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઇમરજન્સીમાં તાત્કાલિક ઇન્ક્યુબેશન કરીને તેને વેન્ટિલેટરી સપોર્ટ પ
24 દિવસ બાદ કોમાથી બહાર—ધારપુર GMERS ટીમની સફળતા


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)20 ઑક્ટોબર, 2025 ના રોજ ગળે ફાંસો ખાવાના પ્રયાસ બાદ અત્યંત ગંભીર હાલતમાં 25 વર્ષીય પુરુષને ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઇમરજન્સીમાં તાત્કાલિક ઇન્ક્યુબેશન કરીને તેને વેન્ટિલેટરી સપોર્ટ પર મૂકાયા હતા. GCS સ્કોર માત્ર 3T/15 હોવાથી તેને MICU માં ખસેડી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.

MRI રિપોર્ટમાં હાયપોક્સિક મગજની ઇજાની પુષ્ટિ થતાં ડોકટરોએ ટ્રેકીઓસ્ટોમી કરી અને બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ, વાસોપ્રેસર્સ તથા એન્ટિએપિલેપ્ટિક દવાઓથી સારવાર ચાલુ રાખી. આંચકીના વારંવાર આવતા હુમલાઓને કાબૂમાં લેવા માટે સતત સેડેશન આપવામાં આવ્યું, સાથે બેડ સોર અને DVT પ્રોફાયલેક્સિસની તકેદારી પણ લેવામાં આવી. સ્થિતિ સુધરતા ધીમે ધીમે વેન્ટિલેટરી સપોર્ટમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ.

24 દિવસની MICU સારવાર બાદ દર્દીએ ન્યુરોલોજિકલ સુધારા દર્શાવ્યા અને મૌખિક આદેશોનું પાલન કરવાનું શરૂ કર્યું. રજા સમયે તેનો GCS સ્કોર સુધરીને 11T/15 થયો હતો, તથા તેને ટ્રેકીઓસ્ટોમી સાથે ન્યુરો-રિહેબિલિટેશન માટે માર્ગદર્શન આપીને રજા આપવામાં આવી. દર્દીના સગાઓએ GMERS હોસ્પિટલની મેડિસિન ટીમ અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande