


- 9700 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા
રાજપીપલા,15 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નર્મદાના ડેડીયાપાડા ખાતે વિશાળ જનસભાને સંબોધી રહ્યા છે. તેમનો આ પ્રવાસ આદિવાસી સમાજમાં નવી ઊર્જાનો સંચાર કરશે. જ્યારે સ્થાનિક લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે.
ડેડીયાપાડા ખાતે જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેવમોરામાં માતાજીના આશીર્વાદ લીધા, અયોધ્યા રામ મંદિર, કેદારનાથ, ઉજજૈનની વાતો થાય છે. કાશિ વિશ્વનાથના કોરિડોરની ચર્ચા થાય છે. આજે જ્યારે દેવમોરા ગયો તો મને આનંદ થયો. સંતકબીરનું સ્થાન મારા જીવનમાં અલગ છે અને તેમને પ્રણામ કરૂ છું. ગોવિંદ ગુરૂના આશીર્વાદ આપણી પર છે, સંત કબીરને પણ મારા પ્રણામ છે. 2021માં બિરસા મુંડાની જયંતિને જન જાતીય ગૌરવની ઉજવણી શરૂ કરી છે. આદિવાસી સમાજથી નીકળેલા લોકોએ આઝાદીની મશાલને આગળ વધારી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા.
રોડ શો પછી, વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતના આદિવાસી પ્રદેશોની હાલત ખૂબ જ ખરાબ હતી, અને ઘણા વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહ ચલાવતી એક પણ શાળા નહોતી.જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો, ત્યારે અમે મોટા સુધારાઓ રજૂ કર્યા. હું મુખ્યમંત્રી બન્યો ત્યારબાદ ગુજરાતના આદિવાસી પટ્ટામાં 10,000 સ્કૂલો બની અને આજે બે ડઝન જેટલી કોલેજો પણ કાર્યરત છે. છ દાયકા સુધી, કોંગ્રેસ સરકારોએ આદિવાસી સમુદાયોને પોતાના પર છોડી દીધા. કુપોષણ યથાવત રહ્યું, શિક્ષણનો અભાવ હતો, અને આ ખામીઓ ઘણા આદિવાસી પ્રદેશોની કમનસીબ ઓળખ બની ગઈ.આજે, આદિવાસી ગૌરવ દિવસ આપણને આપણા લાખો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો અવસર પણ આપે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે, શ્રી ગોવિંદ ગુરુ ચેર આદિવાસી ભાષા સંવર્ધન કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે.અહીં, ભીલ, ગામિત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોકના, કુંભી, વારલી, ડોડિયા વગેરે સહિત તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે.તેમની સાથે સંકળાયેલી વાર્તાઓ અને ગીતો સાચવવામાં આવશે.આદિવાસી સમાજો પાસે હજારો વર્ષના અનુભવ દ્વારા શીખેલા જ્ઞાનનો વિશાળ ભંડાર છે. વિજ્ઞાન તેમની જીવનશૈલીમાં જડિત છે.
આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. આ ઉપરાંત એનડીએ હંમેશા આદિવાસી સાથી નેતાઓને શીર્ષ પદો આપ્યા છે, અમે ઘણા રાજ્યોમાં આદિવાસી મુખ્યમંત્રી, વિધાનસભાઓમાં આદિવાસી સ્પીકર, રાજ્યોના રાજ્યપાલ આદિવાસી નેતાને બનાવ્યાં છે.
ગુજરાતમાં અમે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. હું પહેલો વડાપ્રધાન છું જેણે ભગવાન બિરસા મુંડાના ઘરની મુલાકાત લીધી છે. આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે. ભગવાન બિરસા મુંડાના ગામની
હવે રમતગમતમાં પણ આદિવાસી ખેલાડીઓ પણ ઉભરી રહ્યાં છે. હમણાં વુમન ટીમ વર્લ્ડકપ જીતી તેમાં પણ એક આદિવાસી ખેલાડીનું યોગદાન રહ્યું છે.
માતા નર્મદાની આ પવિત્ર ભૂમિ આજે બીજી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહી છે. 31 ઓક્ટોબરના રોજ, આપણે અહીં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવી. ભારત પર્વ આપણી એકતા અને વિવિધતાની ઉજવણી માટે શરૂ થયું છે.અને આજે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની આ ભવ્ય ઉજવણી સાથે, આપણે ભારત પર્વની પૂર્ણતાના સાક્ષી બની રહ્યા છીએ. આ શુભ પ્રસંગે હું ભગવાન બિરસા મુંડાને મારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સ્વતંત્રતા સંગ્રામના ઘણા અધ્યાયો જનજાતીય ગૌરવથી રંગાયેલા છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને ભૂલવું ન જોઈએ. પણ આઝાદી બાદ એક જ પરિવારની વાહવાહીમાં આ બધું યોગદાન ભુલાઈ ગયું. 2014 પહેલા બિરસા મુંડાથી ઓછા લોકો પરિચિત હતા.
દેશમાં ટ્રાયબલ મ્યુઝિયમ બનાયા છે. આગામી પેઢીને યાદ રહે માટે ટ્રાયબલ મ્યુઝિયમ બનાયા છે. ગુજરાતમાં 25 એકરમાં ટ્રાયબલ મ્યુઝિયમ બનાવ્યું છે. ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ ,નાયક, ચૌધરી, કુંભી, દોડિયા આવી તમામ જાતિ લોકોની બોલી પર અધ્યન થશે. જન જાતીય સમાજની પાસે જ્ઞાનનો અપાર ભંડાર છે. દેશમાં લાંબા સમય સુધી રાજ કરવા વાળી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પણ છોડી દીધા, કોંગ્રેસ સરકારે હાથ પર હાથ રાખીને બેઠી પણ આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. :
આદિવાસી નેતાઓએ આઝાદી માટે અપાર ત્યાગ કર્યો અને જીવનભર સંઘર્ષ કર્યા અને અંગ્રેજોને શાંતિથી બેસવા ન દીધા. આદિવાસી શૂરવીરોએ આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું :
2021માં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી. દેશમાં જયારે પણ જરૂર પડી આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો. સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે. 2003માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ