અમદાવાદ શહેર-જિલ્લામાં 5524 બુથ લેવલ ઑફિસર્સ દ્વારા 62.59 લાખથી વધુ મતદારો માટે મતદારયાદી ખાસ સુધારણા ઝૂંબેશ પ્રગતિમાં
- મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) ૨૦૨૫-અમદાવાદ જિલ્લો અમદાવાદ,15 નવેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેર-જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)-2025 અંતર્ગત મીડિયાકર્મીઓને માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે 4 નવેમ્બરથી
અમદાવાદ શહેર-જિલ્લામાં 5524 બુથ લેવલ ઑફિસર્સ દ્વારા 62.59 લાખથી વધુ મતદારો માટે મતદારયાદી ખાસ સુધારણા ઝૂંબેશ પ્રગતિમાં


- મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) ૨૦૨૫-અમદાવાદ જિલ્લો

અમદાવાદ,15 નવેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેર-જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)-2025 અંતર્ગત મીડિયાકર્મીઓને માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે 4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 5524 બીએલઓ દ્વારા જિલ્લાના 21 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 62.59 લાખથી વધુ મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી હાલ પ્રગતિમાં છે. ત્યારે શહેર-જિલ્લાના તમામ મતદારોને આ પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

આ અંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ગણતરીનો તબક્કો એટલે કે એન્યુમરેશન ફેઝ ચાલી રહ્યો છે. જેનો મૂળ ઉદ્દેશ એક પણ લાયક મતદાર આ યાદીમાંથી બાકાત ન રહી જાય અને એક પણ ગેરલાયક વ્યક્તિનું નામ આ યાદીમાં ન રહી જાય તેવો છે.

તેમણે ઉમેર્યું કે આ કામગીરી માટે આવતાં દરેક બીએલઓ પાસે વર્ષ 2022ની યાદી ઉપલબ્ધ છે. વધુમાં, https://chunavsetu-search.gujarat.gov.in/ અથવા https://ceo.gujarat.gov.in/Index, https://voters.eci.gov.in/ સહિત વોટર હેલ્પલાઇનનો ઉપયોગ કરી 2002ની યાદીની વિગતો સર્ચ કરી મેળવી શકાય છે તેની માહિતી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)ની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે જિલ્લાનાં તમામ મતદાન મથકો ખાતે 15,16 અને 22,23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તમામ મતદારોને લાભ લેવા મીડિયાના માધ્યમથી તેમણે અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande