આયુર્વેદ શાખા, ગીર સોમનાથ દ્વારા આયુષ મેળો યોજાશે
કારડીયા સમાજની વાડી મુ. પ્રાચી ખાતે યોજાશે ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા આયોજિત આયુષ મેળો 2025 નું આયોજન તારીખ 19- 1
આયોજિત આયુષ મેળો


કારડીયા સમાજની વાડી મુ. પ્રાચી ખાતે યોજાશે

ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા આયોજિત આયુષ મેળો 2025 નું આયોજન તારીખ 19- 11- 2025 બુધવાર સવારે 9 થી બપોરે 5 સુધી, કારડીયા સમાજની વાડી માધવરાય મંદિર પાસે મુ. પ્રાચી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ ખાતે થયેલું છે. જેમાં આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી માટેના ઉપાયો ઋતુ ચર્યા દિનચર્યા આહારવિહાર યોગ પંચકર્મ તેમજ આયુર્વેદ ના અષ્ટાંગ મુજબ સારવાર તેમજ માર્ગદર્શન મળી રહેશે. આ દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ચિકિત્સા સારવાર કેમ્પનું આયોજન પણ થયેલું છે, જેમાં વિનામૂલ્યે આયુર્વેદ ચિકિત્સા મળી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande