માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ એટલે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર
રાજપીપળા, 17 નવેમ્બર (હિ.સ.) : માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વિશ્વ માર્ગ અકસ્માત શ્રદ્ધાંજલિ દિવસ (World Day of Remembrance) ઉજવવામાં આવ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ એટલે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર


રાજપીપળા, 17 નવેમ્બર (હિ.સ.) : માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વિશ્વ માર્ગ અકસ્માત શ્રદ્ધાંજલિ દિવસ (World Day of Remembrance) ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને આજે એ.આર.ટી.ઓ. કચેરી રાજપીપળા ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક વિભાગના TRBના જવાનો તથા વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે મૌનધારણ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ માર્ગ સુરક્ષા, સીટબેલ્ટનો ઉપયોગ, હેલ્મેટ પહેરવું, ઝડપની મર્યાદાનું પાલન, નશાની હાલતમાં વાહન ન હંકાવવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે જનજાગૃતિ પ્રસરે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતો અટકાવવા માટે સામૂહિક જવાબદારી સાથે માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન જરૂરી છે. નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત અંગે જાગૃતિ વધારવાનો મુખ્ય હેતુ આ કાર્યક્રમ દ્વારા પુરો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો અંત સૌને માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતા નિભાવવાની અપીલ સાથે કરવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande