સવા બે લાખની હીરા જડિત ઘડિયાળ-જ્વેલરી ત્યજી યુવક સંયમના માર્ગે: સુરતના મહેતા 23મી નવેમ્બરે લેશે દીક્ષા
સુરત,17 નવેમ્બર (હિ.સ.) હીરાનગરી સુરત, જે વૈભવ, ભૌતિક સંપત્તિ અને લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે વિશ્વભરમાં ઓળખાય છે, એ શહેરમાંથી ત્યાગ અને વૈરાગ્યની અનોખી કથા પ્રકાશમાં આવી છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના
जश महेता की दीक्षा


સુરત,17 નવેમ્બર (હિ.સ.) હીરાનગરી સુરત, જે વૈભવ, ભૌતિક સંપત્તિ અને લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે વિશ્વભરમાં ઓળખાય છે, એ શહેરમાંથી ત્યાગ અને વૈરાગ્યની અનોખી કથા પ્રકાશમાં આવી છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખ-સગવડો ત્યજી સંયમના કઠિન જીવનમાર્ગે ચાલવાનો અચંબિત કરી દે એવો નિર્ણય કર્યો છે.

ચોંકાવનાર વાત એ છે કે જશને મોંઘા આઈફોન, બ્રાન્ડેડ ચશ્મા થી લઈને સવા બે લાખની રિયલ ડાયમંડ વોચ અને હીરા-સોનાના દાગીના પહેરવાનો ભારે શોખ હતો. જેને લક્ઝુરિયસ લાઈફ ખૂબ પસંદ હતી, એ જ વ્યક્તિ હવે બધું પાછળ મૂકી મોક્ષની યાત્રા તરફ આગળ વધી રહ્યો છે.

23 નવેમ્બરે પાલ વિસ્તારમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

જશ મહેતા માટે દીક્ષા સમારોહ 23 નવેમ્બરના રોજ સુરતના પાલ વિસ્તારમાં ભવ્ય રીતે યોજાશે.

તેઓ ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા પ્રાપ્ત કરી સંયમ માર્ગે પ્રસ્થાન કરશે.

હીરા-જ્વેલરી, આઈફોન અને ક્રિકેટનો શોખીન જશ—લક્ઝરીમાંથી વૈરાગ્ય સુધીની મુસાફરી

18 વર્ષીય જશ એક ખૂબ જ સંપન્ન પરિવારમાં ઉછર્યો છે। પિતા હીરા ઉદ્યોગપતિ હોવાને કારણે જશના દરેક શોખ પૂરા કરવામાં આવતા હતા। તેને—બ્રાન્ડેડ સનગ્લાસેસ,લેટેસ્ટ આઈફોન્સ, ક્રિકેટ રમવાનો,અને ખાસ કરીને ઓરિજનલ ડાયમંડની જ્વેલરી પહેરવાનો

જમાનો શોખ હતો.

જશ પાસે સવા બે લાખની હીરા જડિત વોચ હતી અને તે હીરા-સોનાના દાગીના પહેરતો હતો.

“જે મારી સાથે આવવાનું નથી, તેની માટે મોહ શા માટે?” – જશ મહેતા

પોતાના વૈરાગ્યના નિર્ણય વિશે જશ મહેતાએ કહ્યું — “હા, મને લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી ખૂબ ગમતી હતી. પરંતુ એક દિવસ વિચાર આવ્યો—આ બધું મારી સાથે કેટલું ચાલશે?અંતે બધું અહીં જ છોડી જવાનું છે.

તો જે વસ્તુઓ કાયમ મારી સાથે નથી રહેવાની, તેની માટે આટલો મોહ શા માટે રાખવો?”

આ વિચારે જશના જીવનનું વલણ જ બદલી નાંખ્યું છે.

હીરાનગરીની ઝગમગતી દુનિયામાંથી વૈરાગ્યના માર્ગે પગલું ભરનાર જશ મહેતાનો આ નિર્ણય આજુબાજુના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande