
- મોડાસાથી સારવાર અર્થે, એક દિવસના બીમાર બાળકને અમદાવાદ લાવતાં અકસ્માત
- બાળકના પિતા, ડોક્ટર અને નર્સનું મોત
મોડાસા,18 નવેમ્બર (હિ.સ.) સોમવારે મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું થઈ ગયા. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સવાર ચાર લોકો જીવતા ભડથું થઈ જતાં સ્થળ પર જ મોત નીપજ્યા છે. રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા.
આગમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાં નવજાત શિશુના પિતાજિજ્ઞેશ મહેશભાઈ મોચી, જિજ્ઞેશભાઈનું તાજું જન્મેલું બાળક,ડોક્ટર રાજકરણ શાંતિલાલ રેટિયા,નર્સ ભૂરીબેન. ડો ઓ રમણભાઈ મનાત, ત્રણ લોકો દાઝ્યા, જે સારવાર હેઠળ છે.તેમ અંકિત રામાભાઈ ઠાકોર,ગૌસંગ કુમાર મહેશભાઈ મોચી અને ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી.
એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે.
મોડાસા ટાઉન પોલીસે (પીએસઓ): એ.એસ.આઈ. મનુબેન જગમાલભાઈ, તપાસ અધિકારી: પી.એસ.આઈ. એ.એચ. રાઠોડ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ