પાટણમાં ઠંડીનો ચમકારો વધતા જનજીવન પર અસર, તાપમાન 12° પર સ્થિર
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોના કારણે ઠંડીની અસર વધી રહી છે. લઘુતમ તાપમાન સતત 12 ડિગ્રી સેલ્સિયસ રહેતા સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે સવારે પણ તાપમાન 12 ડિગ્રી નો
પાટણમાં ઠંડીનો ચમકારો વધતા જનજીવન પર અસર, તાપમાન 12°  પર સ્થિર


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોના કારણે ઠંડીની અસર વધી રહી છે. લઘુતમ તાપમાન સતત 12 ડિગ્રી સેલ્સિયસ રહેતા સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે સવારે પણ તાપમાન 12 ડિગ્રી નોંધાતા રહેિશોને પરોઢે તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

ઠંડી વધતા લોકો ગરમ કપડાં પહેરવા લાગ્યા છે, ખાસ કરીને વહેલી સવારે નીકળતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને કામકાજે જનારાઓ સ્વેટર તથા ગરમ વસ્ત્રો વડે રક્ષણ મેળવી રહ્યા છે. ધીમે ધીમે જામી રહેલી ઠંડીને કારણે સવારે સામાન્ય જીવન વ્યવહાર પર અસર જણાઈ રહી છે.

હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી હોય, સમારંભોમાં મહેમાનોને ઠંડીથી બચાવવા ઈલેક્ટ્રિક સગડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકો આ સગડીઓ પાસે હૂંફ મેળવી ઠંડીમાંથી રાહત અનુભવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande