
મોડાસા,18 નવેમ્બર (હિ.સ.) શિયાળાની શરૂઆત તહી ગઈ છે અને રવિ પાકની સિઝનનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લામાં સિંચાઇની માંગમાં વધારો ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે. આ વખતે સારી વરસાદી સિઝનના લીધે જમીનમાં ભેજ જળવાઈ રહેવાથી રવિ પાકનું વાવેતર થઇ ગયું છે.
સિંચાઇ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ લગભગ ખેડૂત પુત્રો માટે 20 ક્યૂસેક પાણી છોડાયું છે. ખેડૂતોની માગણી પ્રમાણે સમયસર બીજું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. આવી જ રીતે ખેડૂતોની માગણીને ધ્યાને લઈને આગામી દિવસોમાં માઝૂમ ડેમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ