

પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર રેડક્રોસ સોસાયટી દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી હોલ અને હોમિયોપેથી કોલેજ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ફર્સ્ટ એડ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ તેમજ રેડક્રોસના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અમદાવાદથી આવેલા અનુભવી ડિઝાસ્ટર ટ્રેનર તુષારભાઈ ઠક્કર અને તેમની ટીમે સહભાગીઓને આપાતકાલીન પરિસ્થિતિમાં કેવી તૈયારી કરવી અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની મહત્વપૂર્ણ માહિતી આપી. તાલીમ દરમિયાન ભાગ લેનારાઓને જીવનરક્ષક કુશળતાઓ શીખવવામાં આવી.
આ કાર્યક્રમમાં સુરેશ પંચાલ, પ્રતીક કસ્તી, શંભુ દેસાઈ, પ્રવીણ મોદી, ભરત મોદી, દિલીપભાઈ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાવજી, જોશીજી તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ