જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ૩૭ રસ્તાઓના કામ, ૭૦ સ્ટ્રક્ચરના કામો મંજૂર
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ ૮૯.૬૦ કિલોમીટર અને કિસાનપથ યોજના હેઠળ, કુલ ૫૭.૧૫ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના


જૂનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૩૨ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ તથા તેને આનુસંગીક કામગીરી, ૫ નવા રસ્તાઓની,૭૦ સ્ટ્રક્ચરના કામોને મંજૂરી આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ ૨૪ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૮૯.૬૦ કિલોમીટર અને કિસાનપથ યોજના હેઠળ ૧૩ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૫૭.૧૫ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.

માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકી એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દુરસ્તીકરણની કામગીરીની સાથે રીસર્ફેસિંગની કામગીરી તેજ ગતી એ કરવામાં આવી રહી છે. આ સાથે જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક અને કિસાન પથ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ૩૭ જેટલા રસ્તાઓના કામ તથા ૭૦ જેટલા સ્ટ્રક્ચરના કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. તેના એસ્ટીમેટ લેવલની કામગીરી પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ ૩૭ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૧૪૬.૭૫ કિ.મી રસ્તા નું અંદાજે રૂપિયા ૧૧,૦૮૧ લાખના ખર્ચે અને ૭૦ સ્ટ્રકચરોના કામને આવરી લઈ અંદાજે રૂપિયા ૬૦૩૬ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande