કેશોદની શાળામાં આગની ઘટના સામે, સુરક્ષા મેળવવા જાગૃતિ કાર્યક્રમ અગ્નિશામક ટીમે વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપી
જૂનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) કેશોદના પી. વી એમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ફાયર સેફટી અંગે જાગૃતિ આવે તે માટે ટ્રેનિંગ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્નિસુરક્ષા અંગે વિશેષ ટ્રેનિંગ અપાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બની હોય - ત્યારે
કેશોદની શાળામાં આગની ઘટના સામે, સુરક્ષા મેળવવા જાગૃતિ કાર્યક્રમ અગ્નિશામક ટીમે વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપી


જૂનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) કેશોદના પી. વી એમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ફાયર સેફટી અંગે જાગૃતિ આવે તે માટે ટ્રેનિંગ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્નિસુરક્ષા અંગે વિશેષ ટ્રેનિંગ અપાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બની હોય - ત્યારે પોતાની સુરક્ષા કરતાંની સાથે અન્ય લોકોને બચાવ કામગીરીમાં મદદરૂપ થવા ક્યા ક્યા પગલાં લઈ શકાય તે અંગેના ઉપયોગીતા વિશે સમજણ અપાઈ હતી.

ફાયર સેફ્ટી વિભાગના વાઘેલા વિજયસિંહ, વિંઝુડા રાજાભાઈ, મેટાલિયા દશરથભાઈ, ચોવટીયા રાહુલભાઈ દ્વારા ફાયર એક્સટિંગ્વિશર સહિત ફાયરના સાધનો અને તેને સલંગ્ન ટૂલ્સ અંગે પ્રેક્ટિક્લ ડેમોસ્ટ્રેશન મારફત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં આગજની જેવી ઈમરજન્સી ઘટનામાં વિદ્યાર્થી બાળકોમાં વધુને વધુ જાગૃતિ આવે અને તેમને સુરક્ષિત વાતાવરણ બનાવવા સંદેશો આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande