
જૂનાગઢ,20 નવેમ્બર (હિ.સ.) વંથલીની ટીકર ગામે સર્વોદય વિદ્યાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો- 9ની વિદ્યાર્થીનીઓને સાઈકલ વિતરણ કરાયું હતું. આ તકે શાળાના આચાર્ય વિનોદ ચાવડા, સ્ટાફ રામીબેન બોરખતરીયા,વિનોદ પરમાર, કેતન રાવલ, પરબત વરૂ, વંથલી તાલૂકા પંચાયતના સદસ્ય મોહન ઉસદડિયા, વાલીઓએ -રી આપી હતી. અને વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં માં આવ્યું હતું. અને સાથે સાથે વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ