ચવેલી મંદિરમાં ચોરી કરનાર આરોપી રૂ.85,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : હારીજ પોલીસે ચાણસ્માના ચવેલી ગામે રબારી સમાજના મંદિરમાં થયેલી ચોરીના ફરાર આરોપી વિજયકુમાર પ્રભુરામ પટેલને હારીજ હાઈવે પરથી બાઇક સાથે દબોચી લીધો હતો. આરોપીએ મંદિરમાંથી ચાંદીના 22 સત્તરની ચોરી કરી હતી અને ત્યારથી ફરાર હતો.
ચવેલી મંદિરમાં ચોરી કરનાર આરોપી ₹85,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો

પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : હારીજ પોલીસે ચાણસ્માના ચવેલી ગામે રબારી સમાજના મંદિરમાં થયેલી ચોરીના ફરાર આરોપી વિજયકુમાર પ્રભુરામ પટેલને હારીજ હાઈવે પરથી બાઇક સાથે દબોચી લીધો હતો. આરોપીએ મંદિરમાંથી ચાંદીના 22 સત્તરની ચોરી કરી હતી અને ત્યારથી ફરાર હતો.

પીઆઈ નીરવ શાહના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધાર પર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો. પૂછપરછ દરમિયાન તેણે ચોરી કરેલો મુદ્દામાલ ચાણસ્માના સરદાર ચોકમાં આવેલી બાબુભાઈ જ્વેલર્સને આપ્યો હોવાની કબૂલાત કરી.

પોલીસે બાબુભાઈ જ્વેલર્સની તપાસ કરીને ચાંદીના 22 સત્તર, એક મોબાઇલ ફોન અને બાઇક સહિત કુલ રૂ. 85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આખા મામલે હારીજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande