જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની 42 જગ્યાની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે અહેવાલ સાથે સ્પષ્ટતા
જૂનાગઢ,24 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની 42 જગ્યાની ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સમાચાર અંગે સ્પષ્ટતા આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જૂનાગઢ ની એનએચએમ અંતર્ગતની વિવિધ પ્રોગ્રામ સબ કમિટ
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની 42 જગ્યાની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે અહેવાલ સાથે સ્પષ્ટતા


જૂનાગઢ,24 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની 42 જગ્યાની ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સમાચાર અંગે સ્પષ્ટતા આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જૂનાગઢ ની એનએચએમ અંતર્ગતની વિવિધ પ્રોગ્રામ સબ કમિટીની 11 માસ કરાર આધારિત 42 ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટેની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે એનએચએમ ભરતી પ્રક્રિયાના માપદંડોને ધ્યાને રાખી ૪૨ ખાલી જગ્યા માટે નિયમો અનુસાર વર્તમાન પત્રમાં જાહેરાત આપી આરોગ્યસાથી પોર્ટલ ઉપર ભરતીની ગાઈડલાઈન મુજબ જે તે કેડરની ઓનલાઈન અરજીની વિગત 10 સપ્ટેમ્બર,2025 થી 20 સપ્ટેમ્બર,2025 સુધી અરજી મંગાવવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન કુલ 15 સંવર્ગની 5426 ઓનલાઈન અરજીઓ મળી હતી. જેનું ભરતી કમિટી દ્વારા પૃથ્થકરણ કરતા જે તે સંવર્ગની પ્રાથમિક તબક્કે સંવર્ગના ટીઓઆર મુજબ 1724 જેટલી અરજીઓમાં પૂરતા ડોક્યુમેન્ટને લીધે માન્ય રાખવામાં આવેલ તથા અપૂરતા ડોકયુમેન્ટને લીધે 3699 અરજીઓ માન્ય રાખી શકાય તેમ ન હતી. જેથી 28 ઓકટોબર,2025 ના રોજ ભરતી કમિટી દ્વારા પુનઃ સમીક્ષા કરતા અપૂરતા ડોક્યુમેન્ટ ને કારણે જે ઉમેદવારો એલીજીબલ થતા નથી તેઓને વાંધા અરજી મેળવવા માટેની વિગત જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરીથી જિલ્લા પંચાયતની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.

તેમજ 14 નવેમ્બર,2025 થી તા.24 નવેમ્બર,2025 સુધીમાં વાંધા અરજી મેળવવા માટે જણાવવામાં આવ્યું હતું. અને આ જાહેરાત અખબારમાં પણ આપવામાં આવી હતી. અને ફક્ત આરોગ્ય સાથી પોર્ટલ પર 20 સપ્ટેમ્બર,2025 સુધીમાં આવેલ અરજીઓને જ ધ્યાને લેવામાં આવેલ છે. 20 સપ્ટેમ્બર,2025 બાદ કોઈ નવી અરજીઓ મેળવવા માટે પોર્ટલ ખોલવામાં આવેલ નથી.

વધુમાં વાંધા અરજી મેળવવા માટે જે ઇમેલ એકાઉન્ટ આપવામાં આવેલ તે ઇમેલ એકાઉન્ટ ટેકનીકલ કારણસર બંધ થઈ ગયેલ હોય કમિટી દ્વારા નક્કી થયા મુજબ તમામ કેડરના ઇમેલ એકાઉન્ટ બનાવી જે તે સંવર્ગના અપૂરતા ડોક્યુમેન્ટ વાળા તમામ ઉમેદવારને ટેલીફોનિક જાણ કરી 1 ડિસેમ્બર,2025 સુધીમાં ઈમેલના માધ્યમથી અથવા ઉમેદવાર પાસેથી કચેરી ખાતે રૂબરૂ આરપીએડી દ્વારા ડોક્યુમેન્ટ મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને જે બાબતની માહિતી જિલ્લા પંચાયત જૂનાગઢની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande