
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) ન્યાયાધીશ સૂર્યકાન્તે, સોમવારે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક હોલમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ન્યાયાધીશ સૂર્યકાન્તે, ન્યાયાધીશ બી.આર. ગવઈનું સ્થાન લીધું, જેમનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ સમાપ્ત થયો. ન્યાયાધીશ સૂર્યકાન્ત 9 ફેબ્રુઆરી, 2027 સુધી 14 મહિનાથી વધુ સમયગાળા માટે મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું, ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાન્તના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. સફળ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ