પોરબંદરમાં 6 માસમા 3400 થી વધુ લોકો શ્વાન બાઈટનો શિકાર થયા.
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) ગાંધીભુમિ પોરબંદરમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના વાહનોની પાછળ દોડતા શ્વાનનો લીધે અકસ્માતો થઈ રહ્યાં છે છેલ્લા 6 માસમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં 3400 લોકોને કુતરા કરડ
પોરબંદરમાં 6 માસમા 3400 થી વધુ લોકો શ્વાન બાઈટનો શિકાર થયા.


પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) ગાંધીભુમિ પોરબંદરમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના વાહનોની પાછળ દોડતા શ્વાનનો લીધે અકસ્માતો થઈ રહ્યાં છે છેલ્લા 6 માસમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં 3400 લોકોને કુતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં કુતરાની વસતી દિવસે દિવસે વધી રહી છે, જેના પગલે કુતરા કરડવાના બનાવ પણ વધી રહ્યા છે તેથી લોકોમાં રાત્રીના કેટલાક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરમાં છેલ્લા 6 માસમાં 3400થી વધુ લોકોને કુતરા કરડયા હોવાનુ જાણવા મળેલ છે. રખડતા કુતરાનો આંતક વધ્યો છતા મનપાનુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.

રાત્રીના રોડ પર કુતરાના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે રાત્રીના શહેરના મુખ્યમાર્ગો પર કુતરા વાહનો પાછળ દોડતા અકસ્માત થતા હોય છે ત્યારે મહાપાલિકાના જવાબદાર વિભાગે યોગ્ય પગલા લેવા જરૂરી છે કારણ કે રખડતા ઢોરની સાથે હવે વિવિધ વિસ્તારોમાં શ્વાનનો પણ ત્રાસ વધી રહ્યો છે. પોરબંદર મનપા બેદરકારીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલી વિતગો મુજબ એપ્રિલ માસમા 529, મે-539, જુન-432, જુલાઇ-414, ઓગસ્ટ - 416, સપ્ટેમ્બર માસમાં 434 તેમજ ગત ઓક્ટોબર માસ સૌથી વધુ 627 લોકો મળી કુલ 3391 લોકોને છેલ્લા 6 માસમાં કુતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે આ સરકારી આંકડા છે આ આંકડા વધારે પણ હોય શકે છે જેથી પોરબંદર મનપાએ વહેલી તકે શ્વાનના ત્રાસ લઇને ઝડપી કામગીરી કરવી જોઇએ જેથી લોકોને મુશ્કેલી ના થાય.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande