ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે ક્ષમતા-નિર્માણ માટે SEBIએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા
ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ પારસ્પિરક શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રોત્સાહન માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સમજૂતી કરાર (MoU) સોમવારે કર્યા હતા. આ સમજૂતી કરારનો ઉદ્દે
NFSU


ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ પારસ્પિરક શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રોત્સાહન માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સમજૂતી કરાર (MoU) સોમવારે કર્યા હતા. આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય સાયબર સુરક્ષા, ડિજિટલ ફોરેન્સિક્સ અને ફોરેન્સિક એકાઉન્ટિંગમાં કન્સલ્ટન્સી-સંચાલિત માળખાગત સુવિધાઓ અને વિશિષ્ટ પ્રયોગશાળાઓ દ્વારા SEBIની ડિજિટલ ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે.

NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને SEBIના ચીફ જનરલ મેનેજર અનિંદ્ય કુમાર દાસે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી કરાર અંગે NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે પદ્મશ્રીથી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ મહત્વપૂર્ણ કરાર ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સુરક્ષા અને સંલગ્ન ક્ષેત્રોમાં SEBIના અધિકારીઓની કુશળતા નિર્માણ માટે કાર્ય કરશે. સેબીની જરૂરિયાત મુજબ કોઈપણ સ્થળે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને કન્સલ્ટન્સી સુવિધા દ્વારા ડિજિટલ ફોરેન્સિક્સમાં સેબીની ક્ષમતાઓને મજબૂત બનાવવા કાર્ય કરશે.

આ સમજૂતી કરાર દરમિયાન, સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; સત્યજીત જાવરે, ડીજીએમ-સેબી; વિવિધ સ્કૂલ્સ ડીન અને એસોસિયેટ ડીન પણ ઉપસ્થિત હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande