કોઇટા ગામે જોગણી માતાજીના ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના કોઇટા ગામે રબારી સમાજ દ્વારા જોગણી માતાજીનાં ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રસંગ દરમિયાન માતાજીનો હવન શાસ્ત્રી રમેશભાઈએ મંત્રોચ્ચાર સાથે વિધિવત્ પૂર્ણ કર્યો. આ ધાર્મિક કાર્યક્રમમાં રબારી સમાજન
કોઇટા ગામે જોગણી માતાજીના ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.


કોઇટા ગામે જોગણી માતાજીના ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.


પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના કોઇટા ગામે રબારી સમાજ દ્વારા જોગણી માતાજીનાં ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રસંગ દરમિયાન માતાજીનો હવન શાસ્ત્રી રમેશભાઈએ મંત્રોચ્ચાર સાથે વિધિવત્ પૂર્ણ કર્યો.

આ ધાર્મિક કાર્યક્રમમાં રબારી સમાજના કાર્યકરો સાથે ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સૌએ ભક્તિભાવથી નિહાળ્યો. સંપૂર્ણ ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ, ઉલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો, જેમાં ગામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande