સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનની ટેરેસ પરથી કૂદીને યુવકે આત્મહત્યા કરી
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) : સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આચંબિત કરી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોલીસ સ્ટેશનની ચાર માળની ઈમારતની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ
Limbayat police


સુરત, 24 નવેમ્બર (હિ.સ.) : સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આચંબિત કરી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોલીસ સ્ટેશનની ચાર માળની ઈમારતની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, યુવકની ઉંમર અંદાજે 35 થી 40 વર્ષ વચ્ચે હોવાનું જણાઈ રહ્યું છે. તે આજે કોઈ રજૂઆત અથવા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યો હતો, પરંતુ થોડી વારમાં જ અચાનક ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી પડ્યો.

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ તેમજ તેના પરિવાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાના પગલે પોલીસ સ્ટેશનની સુરક્ષામાં પણ સવાલો ઉભા થયા છે કે પોલીસની હાજરીમાં યુવક ટેરેસ સુધી કેવી રીતે પહોંચ્યો? ઘટનાની ગંભીરતા જોતા ACP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande