છગનપુરા પરાની વીજળી સમસ્યા યથાવત, 150થી વધુ રહેવાસીઓને જ્યોતિગ્રામ યોજનાના લાભથી વંચિત
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) હારીજ તાલુકાના જશોમાવથી દોઢ કિલોમીટર દૂર આવેલાં છગનપુરા પરાના 150થી વધુ રહેવાસીઓને જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો નથી. ખેતી અને ખેતમજૂરી પર નિર્ભર આ પરિવારો વારંવાર વીજળી ગુલ થવાના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હાલમાં ગામમાં જીઈબી દ્વારા 18 જેટલા મીટર આપવામાં આવ્યા છે અને અરીઠા એજી લાઈનથી વીજ પુરવઠો કરવામાં આવે છે. પરંતુ આ જ લાઈન પર અનેક બોરવેલ જોડાયેલા હોવાને કારણે વારંવાર વીજળી ખોરવાઈ જાય છે. ખાસ કરીને ચોમાસામાં 10–15 દિવસ સુધી વીજળી ન આવતા લોકો અંધકારમાં રહેવા મજબૂર બને છે અને જીવજંતુ કરડવાનો ભય પણ રહે છે.

અગાઉ જશોમાવથી છગનપુરા સુધી જ્યોતિગ્રામ લાઈન પ્રાથમિક શાળા સુધી કાર્યરત હતી, પરંતુ શાળા બંધ થતા લાઈન પણ બંધ કરી દેવામાં આવી. આ સમસ્યાના નિરાકરણ માટે ઠાકોર દલપતજી છેલ્લા 10 વર્ષથી હારીજ જીઈબીમાં તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆતો કરી રહ્યા છે, છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande