વાંઝા જ્ઞાતિ સમાજ વેરાવળ દ્વારા, નિહારીકાબેન ગોહેલને પ્રતિમા આપી સન્માન કરાયું હતુ
ગીર સોમનાથ 25 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાચી તીર્થ દ્વારા ચોથા સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરી સુર્ય અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડશ
વાંઝા જ્ઞાતિ સમાજ વેરાવળ


ગીર સોમનાથ 25 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાચી તીર્થ દ્વારા ચોથા સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરી સુર્ય અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડશે તેમાં રાજકોટ થી પધારેલા નિહારીકાબેન નેમીદાસ ગોહેલ નું, વેરાવળ વાંઝા જ્ઞાતિ સમાજ નાં પ્રમુખ નિતીનભાઈ નરેન્દ્ર ચાવડા તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રત્રકાર તથા શ્રી વાંઝા જ્ઞાતિ સમાજ નાં ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ મનસુખલાલ રાઠોડ તથા માંગરોળ સમાજ નાં પ્રમુખ ભાવેશ ચાવડા તથા ચોરવાડ દરજી સમાજ પ્રમુખ હિતેશ ચાવડા તથા ગીતાબેન ચાવડા તથા કેતનભાઈ ચાવડા દિલીપભાઈ ચાવડા સતિષભાઈ ચાવડા પિયુષભાઈ ચાવડા દ્વારા હિંગળાજ માતાજી ની પ્રતિમા આપી સન્માન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande