પ્રધાનમંત્રી એ, શ્રી ગુરુ તેગ બહાદુરજી ને તેમના 350મા શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, ૨૫ નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે શ્રી ગુરુ તેગ બહાદુરજી ને તેમના 350મા શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરુ તેગ બહાદુરજી ની અજોડ હિંમત અને સર્વોચ્ચ બલિદાન હંમેશા સમાજના માર્ગને પ્રકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, ૨૫ નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે શ્રી ગુરુ તેગ બહાદુરજી ને તેમના 350મા શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરુ તેગ બહાદુરજી ની અજોડ હિંમત અને સર્વોચ્ચ બલિદાન હંમેશા સમાજના માર્ગને પ્રકાશિત કરશે.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટ પર લખ્યું, શ્રી ગુરુ તેગ બહાદુરજી ના 350મા શહીદ દિવસ પર, અમે તેમના અજોડ હિંમત અને બલિદાનને નમન કરીએ છીએ. શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે તેમનું બલિદાન, હંમેશા આપણા સમાજને પ્રેરણા આપતું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande