
વોશિંગ્ટન, નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.): પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા ગણાવીને, અમેરિકાએ અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરતા તમામ લોકોને વિઝા આપવાનું સ્થગિત કરી દીધું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી 26 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાન નાગરિકે બે ગાર્ડને ગોળી મારી હતી તે ઘટનાને પગલે કરવામાં આવી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે, અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરતા તમામ લોકોને વિઝા આપવાનું સ્થગિત કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલી એક પોસ્ટમાં, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરતા તમામ લોકોને વિઝા આપવાનું સ્થગિત કરી દીધું છે. તેના લોકોની સલામતી અમેરિકાની ટોચની પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાન નાગરિકે બે ગાર્ડને ગોળી મારી હતી. આ પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું અને જાહેરાત કરી કે, અમેરિકી વહીવટીતંત્ર ત્રીજા વિશ્વના દેશોના ઇમિગ્રેશન પર કાયમી પ્રતિબંધ લાદશે, જેનાથી અમેરિકન સિસ્ટમ સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે સમય મળશે. તેમણે એ પણ જાહેરાત કરી કે, અમેરિકા દેશની અંદર બિન-નાગરિકોને આપવામાં આવતા ફેડરલ લાભો અને સબસિડીનો અંત લાવશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ