તેરે ઇશ્ક મેં ફિલ્મ બોક્સ ઓફિસ પર, તેનો દબદબો જાળવી રાખ્યો .......
નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ.સ.) ધનુષ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ તેરે ઇશ્ક મેં એ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસે જોરદાર શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ ફિલ્મે તેનો દબદબો જાળવી રાખ્યો છે. થિયેટરોમાં દર્શકોની હાજરી વધતી
ફિલ્મ


નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ.સ.) ધનુષ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ તેરે ઇશ્ક મેં એ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસે જોરદાર શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ ફિલ્મે તેનો દબદબો જાળવી રાખ્યો છે. થિયેટરોમાં દર્શકોની હાજરી વધતી રહી, અને તેની મજબૂત હાજરી સ્પષ્ટપણે દર્શાવે છે કે, ફિલ્મ પહેલાથી જ દર્શકોના હૃદય જીતી ચૂકી છે. રોમાંસ અને ભાવનાઓથી ભરેલી આ સંગીતમય પ્રેમકથાએ રિલીઝ થતાં જ સનસનાટી મચાવી દીધી છે.

2 દિવસમાં કલેક્શન 30 કરોડને વટાવી ગયું. બોક્સ ઓફિસ ટ્રેકિંગ વેબસાઇટ સૈક્નીલ્કના પ્રારંભિક ડેટા અનુસાર, ફિલ્મે તેના પહેલા દિવસે ₹16 કરોડની જંગી કમાણી કરી. બીજા દિવસે પણ આ ગતિ ચાલુ રહી, જેનાથી તેના કલેક્શનમાં ₹17 કરોડનો ઉમેરો થયો. આમ, ફક્ત 2 દિવસમાં, તેરે ઇશ્ક મેં નું કુલ કલેક્શન ₹33 કરોડ સુધી પહોંચી ગયું છે, જે આ શૈલીની ફિલ્મો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

ફિલ્મમાં, ધનુષ શંકરની ભૂમિકા ભજવે છે, જે એક યુવાન છે જે ગુસ્સે ભરેલો, હઠીલો અને બેદરકાર છે. પરંતુ તેના જીવનમાં વળાંક આવે છે જ્યારે તે કોલેજ વિદ્યાર્થી મુક્તિ (કૃતિ સેનન) સાથે પ્રેમમાં પડે છે. શંકરનો અપ્રતિમ પ્રેમ ફિલ્મનો મુખ્ય ભાગ છે, અને તેની અસર હવે સોશિયલ મીડિયા પર દેખાય છે. ચાહકો સતત શંકરના સંવાદો, દેખાવ અને લાગણીઓ શેર કરી રહ્યા છે.

ફિલ્મમાં શંકર અને મુક્તિની જોડી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. કૃતિ સેનન, મુક્તિને નિર્દોષતા અને દૃઢ નિશ્ચયના મિશ્રણ સાથે રજૂ કરે છે, જ્યારે ધનુષ ફરી એકવાર અપ્રતિમ પ્રેમમાં પ્રેમીની ભૂમિકા ભજવીને તેની શક્તિશાળી અભિનય કુશળતા દર્શાવે છે. આ ચિત્રણ ઘણા ચાહકોને બ્લોકબસ્ટર ફિલ્મ રાંઝણા ના તેના પાત્ર સાથે પણ જોડી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande