
નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો એક લેખ શેર કર્યો, જેમાં સમજાવવામાં આવ્યું છે કે ભારતનું મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓને કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભૂપેન્દ્ર યાદવના આ લેખને વાંચવા જેવો ગણાવ્યો, જેમાં તેઓ સમજાવે છે કે મિશન લાઇફે તમિલનાડુની એરી ટેંક પ્રણાલીથી લઈને રાજસ્થાનના જોહડ સુધી ભારતની પ્રાચીન જળ સંરક્ષણ પરંપરાઓને કેવી રીતે પુનર્જીવિત કરી છે. આ પરંપરાઓને હવે પૃથ્વી સેવા તરીકે જોવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર કહ્યું કે, આ લેખ વાંચવા જેવો છે. તેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સમજાવે છે કે, ભારતનું મિશન લાઇફ સદીઓ જૂની સંરક્ષણ પરંપરાઓને કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, સાચું ટકાઉપણું વાતોથી નહીં, પરંતુ સંવર્ધન અને સંરક્ષણથી શરૂ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ