અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો
અમદાવાદ,6 નવેમ્બર (હિ.સ.) કુતરા દ્વારા હુમલા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં હમણાં બે દિવસ પહેલા દેશના બધા રાજ્યોના મુખ્ય સચિવાઓને સુપ્રીમ કોર્ટ સમક્ષ પત્યક્ષ હાજર થવું પડ્યું હતું ત્યારે આજે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પ
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો


અમદાવાદ,6 નવેમ્બર (હિ.સ.) કુતરા દ્વારા હુમલા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં હમણાં બે દિવસ પહેલા દેશના બધા રાજ્યોના મુખ્ય સચિવાઓને સુપ્રીમ કોર્ટ સમક્ષ પત્યક્ષ હાજર થવું પડ્યું હતું ત્યારે આજે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. નોંધનીય છે કે હાથીજણ વિસ્તારમાં 6 મહિના પહેલાં ચાર મહિનાની બાળકી પર રોટવીલર નામના પાલતું કૂતરાએ હુમલો કરતાં બાળકીનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટમાં 45 વર્ષે વ્યક્તિ રહે છે અને પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર છે. 5 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમતો હતો ત્યારે ફ્લેટમાં રહેતાં મહિલા તેમનો પાલતું કૂતરો જર્મન શેફર્ડને લઈને નીચે ફરતાં હતાં. દરમિયાન છ વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતું તો ત્યારે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ તેના ઉપર હુમલો કરી દીધો હતો, જેથી બાળક ગભરાઈ ગયું હતું અને દોડવા જતાં તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા.

બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતું અને તરત જ નીચે પડી જતાં ઊભું થઈ અને તેની માતાને જાણ કરી હતી. આ બાબતે બાળકના પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા. ત્યાર બાદ બાળકના પિતાને જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં રહેતી અન્ય એક વ્યક્તિના બાળકને પણ આ કૂતરું કરડ્યું હતું, જેથી બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. એક જ ફ્લેટમાં રહેતાં બે બાળકોને કૂતરું કરડવાની ઘટના બની હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande