
ગીર સોમનાથ 6 નવેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા / લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય,
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એસ.વી.રાજપુત નાઓની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા તથા એ.એસ.આઇ. નરેન્દ્રભાઈ કછોટ તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી નાઓના હયુમન સોર્સીસ તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા નાઓના ટેકનિકલ એનાલીસીસ આધારે (૧) ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૫૫૮/૨૦૨૫ પ્રોહી કલમ કપઇ (૨) ગીરગઢડા પો.સ્ટે. ગુ.૨.નં.૫૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ (૩) કોડીનાર પો.સ્ટે.૧૩૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઇ (૪) ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઇ, (૫) જામનગર સી ડિવિઝન પોસ્ટે. ૧૩૩૪/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)ઇ, ૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હાઓના કામે નીચે જણાવેલ વિગત મુજબના નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- ગુન્હામાં નાસતો ફરતો આરોપી
(૧) ગીરગઢડા પો.સ્ટે. ગુ.૨.નં.૫૫૮/૨૦૨૫ પ્રોહી કલમ ૬પઇ.
(૨) ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૫૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧
(૩) કોડીનાર પો.સ્ટે.૧૩૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬પઇ
(૪) ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઇ
(૫) જામનગર સી ડિવિઝન પોસ્ટે. ૧૩૩૪/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)ઇ, ૧૧૬(બી), ૮૧
- પકડેલ નાસતો ફરતો આરોપી :-
(૧) ઉમેશ ઉર્ફે ચોટીયો અરજણભાઇ બાલસ રહે.જેપુર તા.તાલાલા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ