પાટણમાં જ્વેલર્સની ચોરીકાંડ ઉકેલાઈ — દંપતીની ધરપકડ
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના ઓમ કોમ્પ્લેક્સ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી 7 ઓક્ટોબરે ₹48,000ની સોનાની વીંટીની ચોરી કરનાર દંપતીને પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઈક સાથે ઝડપી પાડ્યા. કેદાર ચંદ્રકાન્ત ધૈરવ (ઉ.વ. 33, રાજપૂત) અને તેની પત્ની શ
પાટણમાં જ્વેલર્સની ચોરીકાંડ ઉકેલાઈ — દંપતીની ધરપકડ


પાટણ, 6 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના ઓમ કોમ્પ્લેક્સ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી 7 ઓક્ટોબરે ₹48,000ની સોનાની વીંટીની ચોરી કરનાર દંપતીને પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઈક સાથે ઝડપી પાડ્યા. કેદાર ચંદ્રકાન્ત ધૈરવ (ઉ.વ. 33, રાજપૂત) અને તેની પત્ની શિપ્રાબેનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પોલીસે તેમની પાસેથી અગાઉની ચોરીનો માલ જપ્ત કર્યો છે, જેમાં શિવ જ્વેલર્સમાંથી ચોરાયેલી ₹43,554ની વીંટી, પાલનપુરની એ.વી.એમ. જ્વેલર્સમાંથી ચોરાયેલી ₹1,01,957ની સોનાની ચેઈન અને ₹50,000નું બાઈક સામેલ છે. પૂછપરછ દરમિયાન દંપતીએ વિપુલ જ્વેલર્સની ચોરીની કબૂલાત કરી હતી. તેમની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ દાગીનાની ચોરીનો કેસ નોંધાયેલો છે.

દંપતીએ જણાવ્યું કે આર્થિક તંગીના કારણે અને મકાનનું ભાડું ચૂકવી ન શકતા તેઓ ચોરી તરફ વળ્યા. તેઓ પાટણમાં અનેક જગ્યાએ ભાડે રહી ચૂક્યા છે. પૂછપરછમાં તેમણે સ્મિથ જ્વેલર્સમાંથી બે વીંટી ચોરવાનો અને તેમાંની એક વીંટી અમદાવાદમાં ₹23,000માં વેચવાનો સ્વીકાર કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande