
નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.). બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 121 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ, રાજ્યના લોકોને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. બંને નેતાઓએ કહ્યું કે, બિહારને પરિવર્તનની નવી દિશા આપવા અને યુવાનો, ખેડૂતો અને સમાજના દરેક વર્ગના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મહત્તમ મતદાન જરૂરી છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક એક્સ પોસ્ટમાં કહ્યું કે, લોકશાહીના જન્મસ્થળ બિહારમાં મતદાન શરૂ થઈ ગયું છે. તેમણે મતદારોને મોટી સંખ્યામાં તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા અને 20 વર્ષ પછી રાજ્યને પરિવર્તનની નવી દિશા આપવા અપીલ કરી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાની એક્સ પોસ્ટમાં બિહારના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. તેમણે લખ્યું, મારા પ્રિય ભાઈઓ, બહેનો, માતાઓ અને બિહારના યુવાનો! આજે તમારા પોતાના હાથે તમારા ભવિષ્યનો નિર્ણય લેવાનો દિવસ છે. મોટી સંખ્યામાં બહાર આવો અને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લો. નોકરીઓ, શિક્ષણ, આરોગ્ય અને બિહારના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ