સિધ્ધપુર કાર્તિકી પૂનમ મેળામાં ટ્રકમાંથી ઊંટોની કરુણ મુક્તિ
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.)સિધ્ધપુરમાં ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળામાં વહેલી સવારે સરસ્વતી નદીના પટ્ટ પાસે એક આયસર ટ્રકમાંથી જીવદયા પ્રેમીઓએ પાંચ મોટા અને પાંચ નાના ઊંટોને બચાવ્યા. અંદાજે રૂ. 75 હજારની કિંમતના આ ઊંટોને ટ્રકમાં ખીચોખીચ ભરીને દોરડાથી
સિધ્ધપુર કાર્તિકી પૂનમ મેળામાં ટ્રકમાંથી ઊંટોની કરુણ મુક્તિ


પાટણ, 6 નવેમ્બર (હિ.સ.)સિધ્ધપુરમાં ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળામાં વહેલી સવારે સરસ્વતી નદીના પટ્ટ પાસે એક આયસર ટ્રકમાંથી જીવદયા પ્રેમીઓએ પાંચ મોટા અને પાંચ નાના ઊંટોને બચાવ્યા. અંદાજે રૂ. 75 હજારની કિંમતના આ ઊંટોને ટ્રકમાં ખીચોખીચ ભરીને દોરડાથી બાંધી રાખવામાં આવ્યા હતા અને તેમને ચારા કે પાણી વિના ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યા હતા.

સિધ્ધપુરના નરેન્દ્રસિંહ ઉદેસિંહ ઠાકોર તથા તેમના મિત્ર પૃથ્વીભાઈ લસ્સુભાઈ પરમાર વહેલી સવારે સાડા ચારેક વાગ્યે સરસ્વતી નદીના રેલ્વે બ્રિજ પાસે ફરતા હતા ત્યારે તેમને શંકાસ્પદ રીતે ઉભેલી ટ્રક દેખાઈ. નજીક જઈ તપાસ કરતાં ટ્રકનો આગળનો નંબર ન હતો અને પાછળ નંબર પ્લેટ હતી.

તપાસ દરમિયાન ટ્રક પાસેના બે શખ્સોમાંથી એક નાસી ગયો અને બીજાએ પોતાનું નામ અલીમખાન નુરમહંમદ મેઉ (હરિયાણા) હોવાનું જણાવી પોતે ટ્રકનો ડ્રાઈવર હોવાનું કહ્યું. નાસી ગયેલા શખ્સનું નામ સોકીન હોવાનું પણ તેણે જણાવ્યું. ટ્રક ખોલતાં અંદર ઊંટો સતત અવાજ કરતાં હોવાથી તેમને નીચે ઉતારવામાં આવ્યા અને 112ને જાણ કરીને નજીકની કામધેનું ગૌશાળામાં મોકલાયા.

આ બનાવ અંગે નરેન્દ્રસિંહની ફરિયાદના આધારે સિધ્ધપુર પોલીસે ટ્રક ડ્રાઈવર અલીમખાન અને તેના સાથી સોકીન સામે પશુઓ પ્રત્યેની ક્રુરતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટનાની તપાસ પીએસઆઈ બી.એસ. રહેવર દ્વારા હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande