કોઈમ્બતુરમાં 7 થી 9 નવેમ્બર દરમિયાન સંસ્કૃતિ, પરંપરાઓ અને સંસ્કૃતનો ભવ્ય કુંભ.....
કોઈમ્બતુર, નવી દિલ્હી, ૦7 નવેમ્બર (હિ.સ.) શુક્રવારથી કોઈમ્બતુરમાં શરૂ થનાર અખિલ ભારતીયમ અધિવેષનમ 2025 ભારતના આત્મા, શ્રદ્ધા અને નૈતિકતાનો એક અનોખો સંગમ બનવા માટે તૈયાર છે. આ એક ભવ્ય કુંભ હશે. જ્યાં સંસ્કૃતનો અવાજ ગુંજશે
અધિવેશન


કોઈમ્બતુર, નવી દિલ્હી, ૦7 નવેમ્બર

(હિ.સ.) શુક્રવારથી કોઈમ્બતુરમાં શરૂ થનાર અખિલ ભારતીયમ અધિવેષનમ 2025 ભારતના આત્મા, શ્રદ્ધા અને

નૈતિકતાનો એક અનોખો સંગમ બનવા માટે તૈયાર છે. આ એક ભવ્ય કુંભ હશે. જ્યાં સંસ્કૃતનો

અવાજ ગુંજશે અને ભારતની શાશ્વત પરંપરાઓ, પ્રતિબિંબિત થશે. સંસ્કૃત ભારતી દ્વારા

આયોજિત, આ ત્રણ દિવસીય

સંમેલન 7 થી 9 નવેમ્બર દરમિયાન

કોઈમ્બતુરના એટ્ટીમડઈ સ્થિત, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ ખાતે ભવ્ય રીતે યોજાશે, જેમાં દેશભરના

સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષકો અને

સાંસ્કૃતિક રક્ષકો ભાગ લેશે.

ઉદ્ઘાટન સત્રમાં, તિરુપ્પુક્કોઝિયુર આધિનમ, અવિનાશીના શ્રીલા શ્રી કામાક્ષીદાસ સ્વામીગલ, માતા અમૃતાનંદમયી

મઠના સ્વામી તપસ્યમૃતાનંદ પુરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકારીવાહ દત્તાત્રેય

હોસબાલે આશીર્વાદ આપશે. સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રમુખ, પ્રોફેસર ગોપબંધુ

મિશ્રા, અધ્યક્ષતા કરશે, જ્યારે મદ્રાસ

સંસ્કૃત કોલેજના ડૉ. મણિ દ્રવિડ શાસ્ત્રી અને આઇઆઇટી હૈદરાબાદના ડિરેક્ટર પ્રોફેસર

બી.એસ. મૂર્તિ, વિશેષ અતિથિ

તરીકે હાજર રહેશે. અખિલ ભારતીય મહાસચિવ સત્યનારાયણ ભટ્ટ પ્રસ્તાવિક ઉદબોધન કરશે.

6 થી 9 નવેમ્બર દરમિયાન

ભારતીય જ્ઞાન પરંપરા પર, એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વેદ, ઉપનિષદ, આયુર્વેદ, ગણિત, વાસ્તુ અને

નાટ્યશાસ્ત્ર જેવા વિષયો દર્શાવવામાં આવશે. સંમેલનમાં સંસ્કૃત શિક્ષણની નવી

પદ્ધતિઓ, આધુનિક ટેકનોલોજી

સાથે એકીકરણ, ભાષામાં યુવાનોની

રુચિ અને વેદથી વિજ્ઞાન સુધી અને સંસ્કૃતિથી સુમેળ સુધી

જેવા વિષયો પર નિષ્ણાત સત્રો યોજાશે. સાંસ્કૃતિક સાંજ વૈદિક નૃત્ય, સંગીત અને નાટ્ય

રૂપાંતરણો દ્વારા ભારતીય મૂલ્યોનું પ્રદર્શન કરશે.

આ સંસ્કૃત ભારતી સંમેલન, ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે ફરીથી

જોડાવાનો પ્રયાસ છે.જે ભારતની ગૌરવશાળી પરંપરા, જ્ઞાન અને વૈદિક વિચારને આધુનિક યુગની ચેતના

સાથે જોડવાનો સંદેશ આપે છે. આ કાર્યક્રમ માત્ર ભાષાકીય ગૌરવનો ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો અને

રાષ્ટ્રીય ઓળખના પુનરુત્થાનનું પણ પ્રતીક છે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande