બલુચિસ્તાન: બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ, નોક કુંડીમાં ફ્રન્ટિયર કોર્પ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો; મહિલા સભ્યએ પોતાને ઉડાવી દીધી
ક્વેટા, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ): બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ, રવિવારે મોડી રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ચાગાઈ જિલ્લાના નોક કુંડીમાં ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) હેડક્વાર્ટર સાઉથ પર હુમલો કર્યો, જેનાથી રાજ્ય અને સંઘીય સરકારોને આ
બલુચિસ્તાન: બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ, નોક કુંડીમાં ફ્રન્ટિયર કોર્પ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો; મહિલા સભ્યએ પોતાને ઉડાવી દીધી


ક્વેટા, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ): બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ, રવિવારે મોડી રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ચાગાઈ જિલ્લાના નોક કુંડીમાં ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) હેડક્વાર્ટર સાઉથ પર હુમલો કર્યો, જેનાથી રાજ્ય અને સંઘીય સરકારોને આઘાત લાગ્યો. હુમલામાં સામેલ એક મહિલા બીએલએફ સભ્યએ એફસી હેડક્વાર્ટરના ગેટ પર પોતાને ઉડાવી દીધી, જેનાથી તેના સાથીઓ માટે પ્રવેશવાનો રસ્તો સાફ થઈ ગયો. એફસી એ વહેલી સવારે જાહેરાત કરી કે, હેડક્વાર્ટરમાં પ્રવેશ કરનારા ત્રણેય સશસ્ત્ર હુમલાખોરો માર્યા ગયા છે. બીએલએફ એ દાવો કર્યો હતો કે, તેના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘણા એફસી અધિકારીઓ અને કર્મચારીઓ માર્યા ગયા છે.

ડોન અખબારના અહેવાલ મુજબ, એફસી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એક હુમલાખોરે પોતાને ઉડાવી દીધા બાદ સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ત્રણ હુમલાખોરોને મારી નાખ્યા. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન (ટીટીપી) એ એફસી હેડક્વાર્ટર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પ્રવક્તાએ જણાવ્યું કે, તે એક આત્મઘાતી હુમલો હતો. પ્રવક્તાએ કહ્યું કે, કમ્પાઉન્ડમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રણ હુમલાખોરો હજુ પણ અંદર હોવાનું માનવામાં આવે છે.

અહેવાલો અનુસાર, નોક કુંડી હુમલાની આસપાસ જ પંજગુર જિલ્લાના ગુરમાકન વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2022 માં ટીટીપી એ, સરકાર સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી પાકિસ્તાન, ખાસ કરીને બલુચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. શનિવારે, બલુચિસ્તાનમાં ક્વેટા અને ડેરા મુરાદ જમાલીમાં સાત વિસ્ફોટ થયા. એક વિસ્ફોટથી પ્રાંતીય રાજધાની નજીક રેલ્વે ટ્રેકનો એક ભાગ ઉડી ગયો, જેના કારણે દેશના અન્ય ભાગોમાં રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો. મોડી રાત્રે બીજી એક ઘટનામાં, ક્વેટ્ટાના સરિયાબ વિસ્તારમાં અજાણ્યા સશસ્ત્ર માણસોએ એક બાંધકામ કંપની કેમ્પ પર હુમલો કર્યો.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબાર અનુસાર, નોક કુંડીમાં એફસી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઘણા હુમલાખોરો માર્યા ગયા. પંજગુર જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે ઘણા કલાકો સુધી ગોળીબાર ચાલુ રહ્યો. ગયા સોમવારે શરૂઆતમાં, પેશાવરમાં ફેડરલ કોન્સ્ટેબલરી હેડક્વાર્ટરના ગેટ પર એક આત્મઘાતી બોમ્બરે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.

ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર, પંજગુરના મગરિબમાં એક ચેકપોસ્ટ પર ઘણા કલાકો સુધી અથડામણ ચાલુ રહી. આ અથડામણમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું. સશસ્ત્ર માણસોએ ચેકપોઇન્ટ નજીક પાકિસ્તાની સેનાના કેમ્પને નિશાન બનાવ્યો. છેલ્લા એક દિવસમાં, બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓ, જેમાં કલાત, ક્વેટા, કેચ, ચગાઈ અને પંજગુરનો સમાવેશ થાય છે, ત્યાં 23 થી વધુ હુમલા કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાની સેના, પોલીસ, સરકારી સુવિધાઓ અને રેલ્વે ટ્રેકને નિશાન બનાવવામાં આવ્યા છે. સશસ્ત્ર માણસોએ ક્વેટા અને ઈરાની સરહદ તરફ જતા માર્ગો પણ બંધ કરી દીધા છે.

વધુમાં, સશસ્ત્ર હુમલાખોરોએ ચગાઈમાં મુખ્ય પાકિસ્તાની સેના કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો. બલુચ સ્વતંત્રતા સશસ્ત્ર જૂથોએ છગાઈ સહિત વિવિધ વિસ્તારોમાં થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, પરંતુ હજુ સુધી કોઈ જૂથે પંજગુરમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં અનેક હુમલાઓની પુષ્ટિ કરી છે. નોક કુંડી હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી, બીએલએફ એ તેની બહાદુર મહિલા સભ્યનો ફોટો જાહેર કર્યો. મીડિયાને મોકલવામાં આવેલા ટૂંકા નિવેદનમાં, બીએલએફ પ્રવક્તા મેજર ઘોરમ બલોચે જણાવ્યું હતું કે, સંગઠનના સહયોગી સંગઠન, સોબના સભ્યોએ નોક કુંડીમાં રેકોડાક અને સિંદક સાથે જોડાયેલા વિદેશી કામદારો અને એન્જિનિયરોને રહેઠાણ આપતા કેન્દ્રીય કમ્પાઉન્ડ પર મોટો હુમલો કર્યો હતો.

બીએલએફ એ તેની સત્તાવાર ચેનલ પર તેના મહિલા આત્મઘાતી બોમ્બરનો ફોટો જાહેર કર્યો, જેમાં જાહેરાત કરવામાં આવી કે જુંદ નાદેરી સભ્ય ઝરીના રફીક, ઉર્ફે તરંગ મહુ, એ કમ્પાઉન્ડની દિવાલ તોડીને પોતાને ઉડાવી દીધી. બાકીના બીએલએફ બળવાખોરો ત્યારબાદ કમ્પાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહ્યા. લડાઈ ચાલુ છે. ઘણા બળવાખોરો હજુ પણ સેન્ટ્રલ કેમ્પની અંદર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande