બબાસણા ગામે અજાણ્યા જંગલી પ્રાણીએ બાંધેલી સાત મહિનાની પાડીનું મારણ કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભય
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) બબાસણા ગામે ગત રાત્રે અજાણ્યા જંગલી પ્રાણીએ બાંધેલી સાત મહિનાની પાડીનું મારણ કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખેડૂત પટેલ પિનલભાઈના બોર પર ભાગિયા તરીકે રહેતા ઠાકોર પોપટજી ભુદરજીની પાડી પર હુમલો થયે
બબાસણા ગામે ગત રાત્રે અજાણ્યા જંગલી પ્રાણીએ બાંધેલી સાત મહિનાની પાડીનું મારણ કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભય


બબાસણા ગામે ગત રાત્રે અજાણ્યા જંગલી પ્રાણીએ બાંધેલી સાત મહિનાની પાડીનું મારણ કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભય


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) બબાસણા ગામે ગત રાત્રે અજાણ્યા જંગલી પ્રાણીએ બાંધેલી સાત મહિનાની પાડીનું મારણ કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખેડૂત પટેલ પિનલભાઈના બોર પર ભાગિયા તરીકે રહેતા ઠાકોર પોપટજી ભુદરજીની પાડી પર હુમલો થયેલો જોવા મળ્યો હતો. સવારે ઘટના સ્થળેથી મળેલા પગલાં અને પંજા-નિશાનો પરથી લોકોને દીપડો, જંગલી સુવર કે હિંસક બિલાડી કુળના પ્રાણીનો સંદેહ થયો હતો.

ગામવાસીઓના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાની હિલચાલ નોંધાઈ હતી, તેથી ફરીથી ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકોએ રાત્રિના સમયે ખેતર અને પશુધનની સુરક્ષા માટે વન વિભાગે તાત્કાલિક તપાસ કરીને પગલાંના નિશાનોની પુષ્ટિ કરવા તથા જરૂરી પગલાં લેવા માંગ કરી છે.

પાટણ વન વિભાગના અધિકારી એન.જે. પરમારે સ્થળની મુલાકાત પછી જણાવ્યું કે મળેલા ફોટા દીપડાની બદલે કૂતરાના પગ જેવા લાગે છે. તેમણે વિસ્તારના લોકોને જો કોઈ શંકાસ્પદ પ્રાણી દેખાય તો તેની તસવીર મોકલવા વિનંતી કરી છે, જેથી સાચું કારણ જાણી શકાય, કારણ કે કૂતરા પણ નાના પશુઓનું મારણ કરતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande