દિપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સ્થાન,ઉપરકોટ કિલ્લા ખાતે વધાવવામાં આવી
જુનાગઢ,10 ડિસેમ્બર (હિ.સ.) ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સ્થાન પામ્યો છે, આ ગૌરવપૂર્ણ સિદ્ધિના જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાણકદેવી મહેલના પ્રાંગણમાં દિપાવલી પર્વે જેમ કલાત્મક રંગોળી
જૂનાગઢ તા.૧૦    ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સ્થાન પામ્યો છે, આ ગૌરવપૂર્ણ સિદ્ધિના જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાણકદેવી મહેલના પ્રાંગણમાં દિપાવલી પર્વે જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે, તેવી જ રીતે જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી વધામણા કરવામાં આવ્યા હતાં. આ ગૌરવપ્રદ ઉજવણીમાં મેયર  ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન  પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા  મનન અભાણી, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા સહિતના મહાનુભાવો સહભાગી બન્યાં હતાં અને ભારતીય સંસ્કૃતિ અને જૂનાગઢની અસ્મિતાને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ નિહાળી અભિભૂત થયા હતા. સાથે જ આ રંગોળી બનાવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની કળાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે  એન. બી. કાંબલીયા કન્યા વિદ્યામંદિર, કે.જી. ચૌહાણ વિદ્યામંદિર, બહાઉદ્દીન સાયન્સ કોલેજ,  ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ- જૂનાગઢ, આર.જે. કનેરિયા ગર્લ્સ સ્કૂલ, સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યામંદિર, એમ.જી. ભુવા કન્યા વિદ્યામંદિર તથા મેંદરડા ખાતેની નાગલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી અને કલાત્મક રંગોળી બનાવી હતી. આ ઉપરાંત સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ પણ સાંસ્કૃતિક ગીતોની પણ પ્રસ્તુતિ આપી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી  નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડાંગરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સંકલન કર્યું હતું.  ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું ૨૦ મું આંતરસરકારી સમિતિનું સત્ર ૭-૧૩ ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે, આ સત્રમાં ૧૮૦ થી વધુ દેશોના ૧૦૦૦ થી વધુ પ્રતિનિધિ, સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાંતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો- ભાગ લઈ રહ્યા છે, ભારત સરકારે ૨૦૨૪-૨૫ માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું, જેને ભારતનું ૧૬મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ, પુરાતત્વ સાઇટ્સ પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.


જુનાગઢ,10 ડિસેમ્બર (હિ.સ.) ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સ્થાન પામ્યો છે, આ ગૌરવપૂર્ણ સિદ્ધિના જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાણકદેવી મહેલના પ્રાંગણમાં દિપાવલી પર્વે જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે, તેવી જ રીતે જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી વધામણા કરવામાં આવ્યા હતાં.

આ ગૌરવપ્રદ ઉજવણીમાં મેયર ધર્મેશ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા સહિતના મહાનુભાવો સહભાગી બન્યાં હતાં અને ભારતીય સંસ્કૃતિ અને જૂનાગઢની અસ્મિતાને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ નિહાળી અભિભૂત થયા હતા. સાથે જ આ રંગોળી બનાવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની કળાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે એન. બી. કાંબલીયા કન્યા વિદ્યામંદિર, કે.જી. ચૌહાણ વિદ્યામંદિર, બહાઉદ્દીન સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ- જૂનાગઢ, આર.જે. કનેરિયા ગર્લ્સ સ્કૂલ, સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યામંદિર, એમ.જી. ભુવા કન્યા વિદ્યામંદિર તથા મેંદરડા ખાતેની નાગલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી અને કલાત્મક રંગોળી બનાવી હતી. આ ઉપરાંત સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ પણ સાંસ્કૃતિક ગીતોની પણ પ્રસ્તુતિ આપી હતી.

જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડાંગરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સંકલન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું ૨૦ મું આંતરસરકારી સમિતિનું સત્ર ૭-૧૩ ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે,

આ સત્રમાં 180 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રતિનિધિ, સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાંતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો- ભાગ લઈ રહ્યા છે, ભારત સરકારે ૨૦૨૪-૨૫ માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું, જેને ભારતનું ૧૬મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ, પુરાતત્વ સાઇટ્સ પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande