
- 8 નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરાઈ
અમદાવાદ,10 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદમાં એસ.જી.હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું.સ્પા સેન્ટરમાં પોલીસને આઠ યુવતીઓ મળી આવી હતી જે મોટા ભાગે મિઝોરમ, આસામ, ઉતરપ્રદેશ,દિલ્હીસહિતની જગ્યાએ રહેતી હતી.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં એએચટીયુની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આઠ નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરાવી હતી જ્યારે મેનેજરની ધરપકડ કરી હતી. સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલીને રેડનો પર્દાફાશ કર્યો હતો. સ્પામાં મસાજની આડમાં દેહવેપારનો ધંધો થતો હતો. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનિટ (એએચટીયુ)ની ટીમને બાતમી મળી હતી કે એસ.જી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ પાસે વિવાંતા ઈન્ટરનેશન સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો છે.બાતમીના આધારે એએચટીયુની ટીમે રેડ કરવાનું પ્લાનીગ કર્યું હતું અને ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. ડમી ગ્રાહકને પોલીસની ટીમે રૂપિયા આપીને સ્પા સેન્ટરમાં મોકલી આપ્યો હતો. જ્યારે ડમી ગ્રાહકે યુવતી સાથે ભાવતાલ નક્કી કરી લીધો ત્યારે તેણે પોલીસ કર્મચારીને મીસકોલ મારીને સીગનલ આપી દીધુ હતું. ડમી ગ્રાહકનું સીગ્નલ મળતાની સાથે જ પોલીસની ટીમ સ્પા સેન્ટરમાં પહોચી ગઈ હતી.
રેડ દરમિયાન પોલીસને રીસેપ્શન કાઉન્ટર પર હાજર પ્રજાપતિ મણીલાલ મળી આવ્યો હતો. મણીલાલ સ્પા સેન્ટરમાં મેનેજર છે અને માલીક ગૌતમ ઠાકોર છે. ગૌતમે પણ આ સ્પા સેન્ટર નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય પાસેથી ભાડે લીધુ હતું. સ્પા સેન્ટરમાં પોલીસને આઠ યુવતીઓ મળી આવી હતી જે મોટા ભાગે મિઝોરમ, આસામ, ઉતરપ્રદેશ,દિલ્હીસહિતની જગ્યાએ રહેતી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ