સ્માર્ટ મીટર બિલની સમસ્યાનું ઉકેલ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીના કાર્યાલયમા રજુઆત બાદ સમસ્યાનું નિરાકરણ આવ્યું.
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)હારીજની જલિયાણ ગ્રીન સોસાયટીમાં પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રીના મકાનમાં 9 જુલાઈના રોજ જૂનું મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેઓએ વીજ બિલમાંથી મુક્તિ મેળવવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર સોલાર યોજના પણ અપનાવી હતી. ત્રણ મ
સ્માર્ટ મીટર બિલની સમસ્યાનું ઉકેલ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીના કાર્યાલયમા રજુઆત બાદ સમસ્યાનું નિરાકરણ આવ્યું.


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)હારીજની જલિયાણ ગ્રીન સોસાયટીમાં પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રીના મકાનમાં 9 જુલાઈના રોજ જૂનું મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેઓએ વીજ બિલમાંથી મુક્તિ મેળવવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર સોલાર યોજના પણ અપનાવી હતી.

ત્રણ માસ બાદ, 6 નવેમ્બરના રોજ તેમને રૂ. 1,14,387નું પહેલું વીજ બિલ મળતાં તેઓ આશ્ચર્યચકિત રહ્યા. આ મામલે તેમણે સ્થાનિક હારીજ યુજીવીસીએલ ઓફિસમાં રજૂઆત કરી, પરંતુ ત્યાંથી સંતોષકારક જવાબ ન મળ્યો.

વિજ્ઞાનિક રીતે અને નાણાકીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને, તેમણે મુખ્યમંત્રી કાર્યાલય અને ઉર્જામંત્રીને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરી.

આ રજૂઆતના પગલે હારીજ યુજીવીસીએલ સક્રિય થયું અને બિલમાં રૂ. 900 જમા કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું. પુષ્પકભાઈને હવે રાહત મળી અને તેઓ વધુ ચિંતામાં નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande