શાપુર જિલ્લા સહકારી બેંક દ્વારા, ભૂલી ગયેલા રૂપિયા વૃદ્ધાને પરત કર્યા
જુનાગઢ, 13 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢના શાપુર જિલ્લા સહકારી બેંક દ્વારા બેંકમાં ભૂલી ગયેલા નાણા વૃદ્ધાનો સંપર્ક કરી પરત આપી પ્રસંશનીય કામગીરી બજાવી હતી. અંબાબેન તુલસીદાસ રામાવત (ઉ.વ.102)નું એકાઉન્ટ શાપુર ખાતે 2008માં ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ કો
શાપુર જિલ્લા સહકારી બેંક દ્વારા, ભૂલી ગયેલા રૂપિયા વૃદ્ધાને પરત કર્યા


જુનાગઢ, 13 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢના શાપુર જિલ્લા સહકારી બેંક દ્વારા બેંકમાં ભૂલી ગયેલા નાણા વૃદ્ધાનો સંપર્ક કરી પરત આપી પ્રસંશનીય કામગીરી બજાવી હતી. અંબાબેન તુલસીદાસ રામાવત (ઉ.વ.102)નું એકાઉન્ટ શાપુર ખાતે 2008માં ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈ એકાઉન્ટમાં 10 વર્ષથી વધુ સમય આર્થિક વ્યવહાર ન થતા એકાઉન્ટમાં રહેલ રકમ રૂ.26024 નિયમ મુજબ આરબીઆઈમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ મેનેજર રાહુલભાઈ બોરીચા અને સ્ટાફને ધ્યાને આવતા તેમની શોધખોળ કરી જૂનાગઢ ખાતે તેમના પુત્રનો સંપર્ક કરી હકીકત જણાવી

અંબાબેનને શાપુર બેંક ખાતે બોલાવી તેમના પુત્રની હાજરીમાં, બેંકના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા એકાઉન્ટમાં રહેલ જમા રકમ પરત કરી ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande