
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ અજય કુમારે સોમવારે રેલ મુસાફરોના ભાડામાં સતત વધારા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ભાડામાં 107 ટકાનો વધારો થયો છે, જેના કારણે જનતા માટે ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા અજય કુમારે કહ્યું કે, રેલ મંત્રી દાવો કરે છે કે ભાડા વધારાથી રેલ્વેને ₹600 કરોડનો નફો થશે, પરંતુ તેનો સીધો બોજ મુસાફરો પર પડી રહ્યો છે. મોદી સરકા,રે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ નાબૂદ કરી દીધી છે અને ભોજનની થાળી, જેની કિંમત 2014માં ₹30 હતી, તે હવે ₹120 થઈ ગઈ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સ્ટેશનો પર કાર પાર્કિંગ પર 30 મિનિટ પછી ₹500 કીમત વસૂલવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં રેલ્વે પર થયેલી ભાગદોડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સમયે, 1,700 ની ક્ષમતાવાળા ફક્ત 17 જનરલ ક્લાસ કોચ જ લગાવવામાં આવ્યા હતા, જ્યારે સરકારે 9,600 ટિકિટ વેચી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને રીલ મંત્રી ગણાવતા અજય કુમારે કહ્યું કે, 2024 માં સરકાર બન્યા પછી રેલ્વે ભાડામાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર દાવો કરે છે કે, આ પ્રતિ કિલોમીટર 1-2 પૈસાનો વધારો છે, ત્યારે મુસાફરો પર 100-200 રૂપિયા સુધીનો વધારાનો બોજ પડે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે લાંબા અંતરના ટ્રેન ભાડામાં આંશિક વધારો કર્યો છે, જે 26 ડિસેમ્બરથી અમલમાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ