મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે નેપાળના રાજદૂત ડૉ.શંકર પ્રસાદ શર્મા
ગાંધીનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત ખાતે નેપાળના રાજદૂત ડોં.શંકર પ્રસાદ શર્માએ ગાંધીનગરમાં લીધી હતી. ડોં.શંકર પ્રસાદ શર્મા નેપાળના ટુરીઝમ પ્રમોશન માટે ગુજરાતની મુલાકાત આવેલા છે તે દરમ્યાન તેમણે મુખ્યમંત
ગાંધીનગર ખાતે મુલાકાત લીધી


ગાંધીનગર ખાતે મુલાકાત લીધી


ગાંધીનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત ખાતે નેપાળના રાજદૂત ડોં.શંકર પ્રસાદ શર્માએ ગાંધીનગરમાં લીધી હતી.

ડોં.શંકર પ્રસાદ શર્મા નેપાળના ટુરીઝમ પ્રમોશન માટે ગુજરાતની મુલાકાત આવેલા છે તે દરમ્યાન તેમણે મુખ્યમંત્રી સાથે આ સૌજન્ય મુલાકાત યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે ટુરીઝમ સેકટરમાં જે વિશ્વ આકર્ષણો ઉભા કર્યા છે તેની નેપાળના રાજદૂતએ પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરી ને ટુરિઝમ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, હાઈડ્રો એનર્જી અને મેન્યુફેકચરીંગ તથા એજ્યુકેશન સેકટરમાં સહભાગીતા અંગે મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત મેન્યુફેકચરીંગ હબ બન્યુ છે તેમજ સેમીકંડક્ટર, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, ગ્લોબલ કેપેસિટી સેન્ટર જેવા ઈમર્જીંગ સેકટર્સમાં પણ અગ્રણી બનવા સજ્જ થયું છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.

આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ અને સોમનાથ, દ્વારકા તથા અંબાજી જેવા આધ્યાત્મિક પ્રવાસન સ્થળો સાથે ગુજરાત વિશ્વભરના પ્રવાસીઓનુ આકર્ષણ કેન્દ્ર બન્યું છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ નેપાળના રાજદૂતને આપી હતી.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા તેમજ ઉદ્યોગ કમિશ્નર પી.સ્વરૂપ અને નેપાળ ડેલીગેશનના સભ્યો પણ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande