
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે,
રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત
કરી. તેમણે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલ માટે રાજદ્વારી માર્ગને
શ્રેષ્ઠ વિકલ્પ તરીકે મહત્વ આપ્યું.
વડાપ્રધાને તેમના
સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન
બનાવવાના અહેવાલોથી અમે ખૂબ ચિંતિત છીએ. ચાલુ રાજદ્વારી પ્રયાસો દુશ્મનાવટનો અંત
લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમે તમામ સંબંધિત પક્ષોને આ
પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમને નબળી પાડી શકે તેવી કોઈપણ કાર્યવાહીથી
દૂર રહેવા વિનંતી કરીએ છીએ.
વડાપ્રધાનનું નિવેદન વૈશ્વિક શાંતિ પ્રક્રિયાને ટેકો આપવા
માટેની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તમામ પક્ષોને સંયમ રાખવા
અને રાજદ્વારી દ્વારા મતભેદો ઉકેલવા વિનંતી કરી.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા
સંઘર્ષ વચ્ચે, રશિયાએ આરોપ
લગાવ્યો છે કે, યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન
હુમલો કર્યો હતો.જેને રશિયન હવાઈ
સંરક્ષણ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. યુક્રેને આ દાવાને નકારી કાઢ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ