અમદાવાદમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મના આરોપીનો ભાગવાનો પ્રયાસમાં પીઆઇનું ફાયરિંગ
- માનસિક વિકૃત આરોપી સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે - ઝપાઝપીમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી
અમદાવાદમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મના આરોપીનો ભાગવાનો પ્રયાસમાં પીઆઇનું ફાયરિંગ


- માનસિક વિકૃત આરોપી સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે

- ઝપાઝપીમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ

અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતાં પીઆઇએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતાં તેને સારવાર માટે ખસેડાયો છે. જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્ક્રમના કેસમાં ઝડપાયેલા મોઈનુદ્દીન નામના આરોપીને લઈ પોલીસ આજે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર પોલીસ ઈન્સ્પેક્ટર ઈમરાન ઘાસુરા પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઇએ ફાયરિંગ કરાતાં આરોપીને એક ગોળી પગમાં વાગી હતી. દુષ્કર્મના આરોપી અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ડીસીપી અજિત રાજીયને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે આરોપીને લઈને જવામાં આવ્યો ત્યારે આરોપીએ પીઆઇ ઘસુરાની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ કાચના ટુકડા વડે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો. ભરત રાઠોડ અને આરોપી બંને સારવાર હેઠળ છે. આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande