'છાવા' ફિલ્મે, એડવાન્સ બુકિંગથી સારી કમાણી કરી
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી (હિ.સ.) આ સમયે દરેકને 'છાવા' ફિલ્મ વિશે ઉત્સુકતા છે. આ ફિલ્મ માત્ર ત્રણ દિવસ પછી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે, છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈની ભૂમ
છાવા


નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી (હિ.સ.) આ સમયે દરેકને 'છાવા' ફિલ્મ વિશે ઉત્સુકતા છે. આ ફિલ્મ માત્ર ત્રણ દિવસ પછી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે, છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવી રહી છે. એવી શક્યતા છે કે, 'છાવા' થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં જ રેકોર્ડ તોડી નાખશે. કારણ કે, 'છાવા' માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને માત્ર 48 કલાકમાં 'છાવા'ની 2 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે.

લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ફિલ્મ 'છાવા'નું, એડવાન્સ બુકિંગ રવિવાર, 9 ફેબ્રુઆરીથી શરૂ થયું. એડવાન્સ બુકિંગને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ફિલ્મ 'છાવા' ની બે લાખ ટિકિટ માત્ર, 48 કલાકમાં વેચાઈ ગઈ છે. 'છાવા' રિલીઝ થયાના પહેલા દિવસે ભારતભરના ઘણા સિનેમાઘરો હાઉસફુલ હતા. આમ, 'છાવા' ફિલ્મે ફક્ત એડવાન્સ બુકિંગથી જ 5 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. આ આવકના આંકડાને જોતાં, ફિલ્મ રિલીઝ થશે ત્યારે ટિકિટનું વેચાણ વધુ વધશે તેમાં કોઈ શંકા નથી.

એડવાન્સ બુકિંગના આંકડા જોતાં, એવી શક્યતા છે કે, ફિલ્મ 'છાવા' રિલીઝ થતાં જ 'પુષ્પા-2' ની કમાણીનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે. ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande