સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે, જમ્મુમાં બેઠક
જમ્મુ, નવી દિલ્હી,13 ફેબ્રુઆરી (હિ.સ.) કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકના એક દિવસ પછી, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગુરુવારે એક બેઠક બોલાવી છે, જેની અધ્યક્ષતા તેઓ પોતે કરી રહ્યા છે.જેથી પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્
નેસા


જમ્મુ, નવી દિલ્હી,13 ફેબ્રુઆરી

(હિ.સ.) કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકના એક દિવસ પછી, લેફ્ટનન્ટ ગવર્નર

મનોજ સિંહાએ ગુરુવારે એક બેઠક બોલાવી છે, જેની અધ્યક્ષતા તેઓ પોતે કરી રહ્યા છે.જેથી પ્રદેશની

સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય.

આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના, સીઆરપીએફઅને અન્ય વિવિધ

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. તેમણે કહ્યું કે,” બેઠકનું

કેન્દ્રબિંદુ કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા સ્થિતિ, નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી અને અન્ય મુદ્દાઓનું મૂલ્યાંકન

કરવાનો છે.”

બુધવારે, લેફ્ટનન્ટ ગવર્નર

મનોજ સિંહાએ શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં કાશ્મીર ક્ષેત્રમાં સુરક્ષા

પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આવી જ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

હતી. ગયા અઠવાડિયે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં, યોજાયેલી બેઠકોની

પૃષ્ઠભૂમિ સામે આ બેઠક યોજાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિલ નિગમ

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande