લંડન, નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) સાઉદી અરેબિયામાં 2034ના
ફિફા વર્લ્ડ કપ દરમિયાન દારૂ પીવાની મંજૂરી રહેશે નહીં. બ્રિટનમાં સાઉદી રાજદૂત
પ્રિન્સ ખાલિદ બિન બંદર અલ સઉદે, બુધવારે આ વાતની પુષ્ટિ કરી.
એલબીસી રેડિયો સ્ટેશનને
આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટતા કરી કે,” સાઉદી અરેબિયામાં ક્યાંય પણ દારૂ
વેચાશે નહીં. આ નિર્ણય 2022ના કતર વર્લ્ડ કપથી અલગ છે.જ્યાં વિશિષ્ટ ફેન ઝોન અને ફાઇવ-સ્ટાર હોટલોમાં દારૂ મોંઘા
ભાવે ઉપલબ્ધ હતો.”
હાલ માટે, અમે દારૂને
મંજૂરી આપતા નથી. પ્રિન્સ ખાલિદે
કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે.” સાઉદી અરેબિયા તેની સાંસ્કૃતિક અને ધાર્મિક
પરંપરાઓનું સન્માન કરીને વર્લ્ડ કપનું આયોજન કરશે.”
દરેક વ્યક્તિની પોતાની સંસ્કૃતિ હોય છે. અમે અમારી
સંસ્કૃતિની સીમાઓમાં લોકોને સમાવવા માટે તૈયાર છીએ, પરંતુ અમે અમારી
સંસ્કૃતિને બીજા કોઈ માટે બદલવા માંગતા નથી. તેમણે ભારપૂર્વક
કહ્યું.
રાજદૂતે એ પણ સ્પષ્ટ કર્યું કે,” વર્લ્ડ કપ એક વૈશ્વિક
ઇવેન્ટ છે,તે ફક્ત સાઉદી અરેબિયાનો નથી.” તેમણે કહ્યું, આ ટુર્નામેન્ટનો ભાગ બનવા માંગતા દરેકનું અમે
સ્વાગત કરીશું.
સાઉદી અરેબિયામાં 2034 ફિફા વર્લ્ડ કપનું આયોજન કરવા અંગે
ચર્ચાઓ પહેલાથી જ જોરશોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમ ફક્ત રમતગમત જ નહીં પરંતુ
સાઉદી અરેબિયાની સંસ્કૃતિ અને પરંપરાઓને પણ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ